Gujarat Police Constable Physical Test Result 2021 Out
LRD Police Constable Physical Test Result 2021 Out: Gujarat Police has release the Physical Test exam result 2021 on their official site @lrdgujarat2021.in. Students can check their result via downloading LRD result PDF file 2021. Students who are finding this exam result PDF file they were click on below link.
Gujarat Police Constable Physical Test Result PDF file 2021:
(૧) તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે નીચે લિંક આપેલી છે.
(ર) જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં) જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.
(૩) પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે ૫૦૦૦ મીટરની દોડ ૨૫ મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે ૧૬૦૦ મીટરની દોડ ૯ મિનીટ ૩૦ સેકન્ડમાં અને Ex-Servicemanને પાસ થવા માટે ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે.
(૪) શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરિક્ષા લેવાની થાય છે. આ લેખિત પરિક્ષા ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જેથી ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.
લોકરક્ષક શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોને પરિણામ જોવામાં મુશ્કેલી ન પડે તે માટે એપ્લીકેશન ડેવલોપ કરવામાં આવી છે ઉમેદવાર પર જઈ PASS ના સિક્કા વાળા કોલલેટરનો લોકરક્ષકનો કન્ફર્મેશન નંબર નાખી પોતાનું પરિણામ જોઈ શકે છે.
Check Your Result Online: Click Here
LRD Police Constable Result PDF: Click Here
Source: https://lrdgujarat2021.in/
No comments